મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનામાં નાઈટશિફ્ટ દરમિયાન યુવાનનું મોત


SHARE







મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનામાં નાઈટશિફ્ટ દરમિયાન યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપર ઓકટીવા સીરામીક નામના યુનિટમાં લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા મજૂર યુવાનની નાઈટશિફટ હોય તે નાઈટશિફટમાં કામ કરતો હતો દરમિયાન તેનું મોત થયુ હતું અને હાલ તેના વાલીવારસોને શોધવા માટે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બાબતે મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, મરણ જનાર વિક્રમસિંહ મહેન્દ્રસિંહ (ઉ.વ.આશરે ૩૪) ધંધો મજુરીકામ રહે.હાલ લખધીરપુર રોડ પર આવેલ ઓક્ટીવા સિરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમા તા.જી.મોરબી તા.૨૯-૧-૨૫ ના ૮/૩૦ વાગ્યા પહેલા કોઇપણ વખતે મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર આવેલ ઓક્ટીવા સીરામીક કારખાનામાં કામ કરતા સમયે કોઇપણ કારણસર મરણ ગયેલ હોય જે મરણ જનારની લાશનું પોસ્ટ મોર્ટમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ હોય જે લાશ વિક્રમસિંહ મહેન્દ્રસિંહ (ઉ.વ.આશરે ૩૪) હોવાનું ખુલેલ હોય અને તેના ડાબા હાથમા અંગ્રેજીમા ” D..J" તથા "ફુલની આકૃતિ" ત્રોફાવેલ છે.તથા જમણા હાથમા હીન્દીમા "તાજ" ત્રોફાવેલ છે જેને શરીરે લાલ રંગનુ જેકેટ તથા રાખોડી રંગનુ ટીશર્ટ પહેરેલ છે.તથા નીચે જીન્સનુ પેન્ટ પહેરલ છે તથા મરણજનારની લાશનુ પોસ્ટમોર્ટમ કરીને સગા-વ્હાલાની ઓળખ સારૂ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમા રાખવામાં આવેલ છે.જે અજાણી લાશની ઓળખ અંગે કોઇને કોઇપણ જીલુભાઇ ગોગરા (મો.૯૯૭૯૦ ૧૯૫૮૩) અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન (૦૨૮૨૨-૨૪૨૫૯૨) ખાતે જાણ કરવા યાદીમાં જણાવેલ છે.






Latest News