મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપાલિકાએ હટાવેલા લારી-ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા આપવાની કોંગ્રેસે કરી માંગ: ૧૫ દિવસનું અલ્ટીમેટમ


SHARE

















મોરબીમાં મહાપાલિકાએ હટાવેલા લારી-ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા આપવાની કોંગ્રેસે કરી માંગ: ૧૫ દિવસનું અલ્ટીમેટમ

મોરબી શહેરના શનાળા રોડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે અને તેની સાથોસાથ રોડ રસ્તાની સાઈડમાં ઉભેલા લારી ગલ્લા વાળાઓને પણ ત્યાંથી હટાવવામાં આવ્યા છે. ત્યારે આજે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ લારી ગલ્લા વાળાઓને સાથે રાખીને મહાપાલિકામાંથી તેઓને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે અને જો ૧૫ દિવસમાં કોઈ નિર્ણય નહીં કરવામાં આવે તો કોંગ્રેસ નાના વેપારીઓને સાથે રાખીને આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

મોરબી શહેરનો એક પણ રસ્તો દબાણ મુક્ત હોય તેવું અગાઉ ન હતું પરંતુ છેલ્લા ૩૦ દિવસની અંદર મહાપાલિકા અસ્તિત્વમાં આવતાની સાથે જ કમિશનર દ્વારા ટ્રાફિક, ગંદકી સહિતના પ્રશ્નોને દૂર કરવા માટે થઈને રોડ રસ્તાની બંને સાઈડમાં જે નાના મોટા કાચા પાકા દબાણો હતા તે દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને તેના ભાગરૂપે છેલ્લા દિવસમાં શનાળા રોડ, વાવડી રોડ, મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર રોડ અને મહેન્દ્રનગર મેઇન રોડ ઉપરથી દબાણોને હટાવવામાં આવ્યા છે જોકે જે જગ્યાએથી દબાણ હટાવવામાં આવ્યા છે તેમાંથી કેટલાક લારી ગલ્લા વાળાઓને અગાઉ નગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓ દ્વારા આડેધડ કરેલા સર્વે ના લીધે સરકારી લોન અને અન્ય સરકારી યોજનાઓના કાર્ડ આપવામાં આવ્યા હતા પરંતુ હાલમાં તેઓના ધંધા બંધ થઈ ગયા હોવાથી લોનના હપ્તા ભરવાને ઘર ચલાવવા મુશ્કેલ બની ગયા છે ત્યારે આજે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ મોરબીના સનાળા રોડ ઉપરથી જે લોકોના લારી, ગલ્લા સહિતના દબાણ હટાવવામાં આવ્યા છે તેમને સાથે રાખીને મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળાને રજૂઆત કરીને જે લોકોના દબાણ હટાવવામાં આવ્યા છે તેમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને 15 દિવસમાં યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવું અલ્ટીમેટમ આપ્યું છે નહીં તો કોંગ્રેસ દ્વારા લારી ગલ્લા વાળા સહિતના નાના વેપારીઓને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વિચારવામાં આવી છે.




Latest News