માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક ટેન્શનના પગલે પરણીતાએ અંતિમ પગલું ભરી લેતા બે દીકરીઓએ માતાની છત્રછાંયા ગુમાવી


SHARE

















મોરબીમાં આર્થિક ટેન્શનના પગલે પરણીતાએ અંતિમ પગલું ભરી લેતા બે દીકરીઓએ માતાની છત્રછાંયા ગુમાવી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા જેપુર ગામ પાસેની બ્રહ્મપુરી સોસાયટીમાં રહેતા મહિલાએ તેઓના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી તેણીનું મોત નિપજેલ છે.હાલ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે થોડા સમય પહેલા તેઓનું મકાન વેચાઈ ગયું હોય અને પતિનો કામ ધંધો છૂટી ગયા બાદ આછું પાતળું કામ મળતું હોય હાલ આર્થિક ટેન્શન રહેતું હોવાના પગલે તેણીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા જેપુર ગામ પાસેની બ્રહ્મપુરી સોસાયટીમાં રહેતા ઉર્વીબેન યોગેશભાઈ રાજ્યગુરૂ નામના ૩૬ વર્ષના મહિલાએ તેઓના ઘરે ફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેણીનું મોત નીપજત્તા ડેડબોડીને સિવિલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યું હતું અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના સી.કે.પઢિયાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.તેઓ પાસેથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મૂળ થાનના વતની ઉર્વીબેનના લગ્ન જૂનાગઢના યોગેશભાઈ રાજ્યગુરૂ સાથે થયા હતા.તેઓને સંતાનમાં હાલ બે દીકરીઓ છે.થોડા સમય પહેલા તેઓ ઘુંટુ઼ પાસે આવેલા રામકો વિલેજ ખાતે રહેતા હતા.જ્યાં તેઓનું મકાન હતું તે મકાન વેચાઈ ગયું હતું અને હાલમાં તેઓ બ્રહ્મપુરી સોસાયટીમાં રહેતા હતા.મૃતકના પતિ યોગેશભાઈ અગાઉ સીરામીકમાં કામ કરતા હતા.જે કામકાજ પણ છૂટી ગયું હતું અને હાલ તેઓ પાનનો ગલ્લો ચલાવતા હોય અને તે કામમાં આર્થિક સંકળામણ રહેતી હોય તેના ટેન્શનમાં ઉર્વીબેન યોગેશભાઈ રાજ્યગુરૂ નામના મહિલાએ તા.૩૦ ની રાત દરમિયાન ગળેફાંસો ખાઈ લીધો હતો.જેના પગલે તેમનું મોત થયેલ છે.બનાવને પગલે બે દિકરીઓએ માતાની છત્રછાંયા ગુમાવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામ પાસે એક્સપર્ટ નામની કંપનીમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં રાત્રિના નવેક વાગે થયેલ મારામારીના બનાવમાં પંજુભાઈ ગુમાનસિંહ મેડા નામના ૩૮ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચી હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ચંદ્રસિંહ પઢિયાર આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે નાગડાવાસ ગામે રહેતા વિનોદભાઈ અજયસિંગ (૨૯) નામના યુવાનને નાગડાવાસ ગામ પાસે આવેલ મઢુલી હોટલ પાસે સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબીની જુની કુબેર ટોકીઝ પાસે રહેતા સંજયભાઈ ઈશ્વરભાઈ વઢીયારા નામના ૩૨ વર્ષના યુવાનને મોરબી સામાકાંઠે ભીમસર પાવર હાઉસ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના નવલખી રોડ બ્રહ્મપુરી સોસાયટીમાંં રહેતા હરસિંગ ચેતનભાઇ ઇદાતીયા નામના ૨૨ વર્ષના યુવાનને ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતા તેને પણ સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના અણીયારી ગામે રહેતા પ્રફુલભાઈ મનજીભાઈ ડઢાણીયા નામના યુવાનને તા.૨૬-૧ ના રોજ સાંજના પાંચેક વાગ્યે હરિગુણ સોસાયટી બાજુએથી મોરબી બાજુ આવતા સમયે કાલિન્દ્ર નદીના પુલ ઉપર બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જે બનાવમાં તેને ઇજા થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.




Latest News