મોરબીમાં જલારામ જયંતિની ઉજવણીમાં ફટાકડા ફોડવાનો મામલો એસપી કચેરી પહોચ્યો: કડક કાર્યવાહીની સમાજના આગેવાનોની માંગ મોરબીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/ કર્મચારીઓએ એકતા શપથ લીધા મોરબીમાં દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણીને ધ્યાને રખને ઘુનડા રોડ ઉપર ભારે વાહનોની અવર-જવર કરાઇ બંધ મોરબીમાં જાંબુડિયા ખાતે સ્વાદ, સગવડતા સાથે પ્રતિષ્ઠિત વેન્યુ ના ત્રિવેણી સંગમ સમાન હોટલ લેમન ટ્રી પ્રારંભ મોરબીમાં શનિવારથી દાદા ભગવાનની જન્મજયંતી નિમિત્તે સાપ્તાહિક મહોત્સવનું આયોજન: મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી શક્યતા કમોસમી વરસાદથી થયેલ નુકશાનનો સર્વે કરીને સહાય ચૂકવવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કરી મુખ્યમંત્રીને રજૂઆત મોરબી શહેર, તાલુકા અને ટંકારા વિસ્તારમાંથી પકડાયેલ દારૂ બિયરની 11,269 બોટલ ઉપર રોડ રોલર ફેરવી દેવાયું મોરબીમાં રેલવેના બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવનાર યુવાનની શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતાં યુવાનને વ્યાજખોરોના ચક્રમાં ફસાવનાર તેના મિત્ર સહિત ત્રણની ધરપકડ: 10ની શોધખોળ


SHARE



























મોરબીમાં ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતાં યુવાનને વ્યાજખોરોના ચક્રમાં ફસાવનાર તેના મિત્ર સહિત ત્રણની ધરપકડ: 10ની શોધખોળ

મોરબીમાં ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરવામાં માટે યુવાને તેના મિત્રને વાત કરી હતી અને ત્યારબાદ તે યુવાને જુદા જુદા વ્યક્તિ પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધેલા હતા અને વ્યાજે લીધેલા રૂપિયાની સામે મૂડી તથા વ્યાજની રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ યુવાન પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને તેની પાસેથી જુદા જુદા વ્યાજખોરો દ્વારા 36 જેટલા ચેક લેવામાં આવ્યા હતા અને તે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને 13 શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપીને પકડ્યા છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબી નજીકના નાનીવાવડી ગામે કુવાવાડી શેરીમાં તળાવ પાસે રહેતા અને મહેન્દ્રનગર ચોકડી પાસે પ્રભુ કૃપા ટાઉનશિપ નજીક આવેલ શોપિંગ સેન્ટરમાં મારુતિનંદન એન્ટરપ્રાઇઝ નામની ટાઈલ્સ ટ્રેડિંગની ઓફિસ ધરાવતા જયેશભાઈ કરસનભાઈ રાજપરા (33)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ આહીર રહે. કુંતાસી, ભગીરથભાઈ હુંબલ રહે. મોરબી, સુમનભાઈ રાઠોડ રહે. નાગડાવાસ, અરવિંદસિંહ ઝાલા રહે. મોરબી, જયદીપભાઇ પટેલ રહે. રવાપર રોડ મોરબી, ધારાભાઈ રબારી રહે. લાલપર, રણજીતભાઈ આહીર રહે. રાજકોટ, સંજયભાઈ આહીર રહે. નાગડાવાસ, ગોપાલભાઈ રાઠોડ રહે. કેરાળી, સતિષભાઈ ભોરણીયા રહે. ઉમા ટાઉનશિપ મોરબી, રાજુભાઈ ઘાંચી રહે. કાલીક પ્લોટ મોરબી, અકીબભાઈ મીર રહે. કાલીકા પ્લોટ મોરબી અને જયદીપભાઇ સવાભાઈ ડાંગર રહે. મેઘપર તાલુકો માળીયા મીયાણા વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો શરૂ કરવો હતો જેથી કરીને ફરિયાદીએ તેના મિત્ર સતીશ ભોરણીયાને વાત કરી હતી અને ત્યારબાદ ફરીયાદીએ સતિષ ભોરણીયાના જુદા જુદા મિત્રો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને તે રૂપિયા અપાવવા માટે એક લાખે 5000 રૂપિયાનું કમિશન પણ સતિષ ભોરણીયાએ લીધેલું હતું આ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ફરિયાદી યુવાને 25.30 લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધેલા હતા અને તેની સામે આરોપીઓએ યુવાન પાસેથી બળજબરીથી કુલ મળીને 36 જેટલા ચેક લખાવી લીધા હતા. આ યુવાને મૂડી તથા વ્યાજની રકમ વ્યાજખોરોને ચૂકવી આપેલ છે તેમ છતાં પણ રાજુભાઈ આહીર દ્વારા ફરિયાદી યુવાનની સ્વીફટ ગાડી નંબર જીજે 3 ઇઆર 7166 પડાવી લેવામાં આવેલ છે અને આ જુદા-જુદા વ્યાજખોરો દ્વારા ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન. સગારકા અને તેની ટીમે આરોપી સતિષભાઈ જીવરાજભાઈ ભોરણીયા (37) રહે. આંદરણા, અમિન બચુભાઈ સોલંકી (37) રહે. વજેપર શેરી-3 મોરબી અને આકીબ હુશેનભાઈ સંજાત (24) રહે. વજેપર શેરી-11 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે આ ગુનામાં બાકીના 10 આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે






Latest News