મોરબી પાલિકાના પૂર્વ ચેરમેને રક્તદાન કરીને જન્મદિવસની ઉજવ્યો
મોરબીમાં દવા તેમજ ફિનાઇલ પી જતા બે મહિલા સારવારમાં
SHARE
મોરબીમાં દવા તેમજ ફિનાઇલ પી જતા બે મહિલા સારવારમાં
મોરબીના બે જુદા-જુદા બનાવમાં બે મહિલાઓ ઘઉંમાં નાખવાના ટીકડા તેમજ ફીનાઇલ પી ગયેલા હોય તેઓને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે હાલ પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ વિસ્તારમાં વૈભવ વીલા ખાતે રહેતા આનલબેન લાભુભાઈ પટેલ નામના ૩૩ વર્ષીય મહિલાએ મહેન્દ્રનગર ગામ પાસે આવેલ વર્લ્ડ ટ્રેડ સેન્ટર નજીક ઘઉંમાં નાંખવાના ટીકડા ખાઈ લીધા હતા.જેથી તેણીને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા તપાસ કરવામાં આવતા સામે આવ્યું હતું કે, તેઓનો છુટાછેડાનો કોર્ટમાં કેસ ચાલતો હોય અને હાલ એકલવાયા જીવનથી કંટાળી જતા તેઓએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.જ્યારે મોરબીની હરીગુણ સોસાયટી જાનકી હોમ ખાતે રહેતા છાંયાબેન કલ્પેશભાઈ અઘારા નામના ત્રીસ વર્ષીય મહિલા તા.૩૦ ના રાત્રિના અગીયારેક વાગ્યાના અરસામાં ફીનાઇલ પી ગયા હતા.જેથી શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેણીનો લગ્નગાળો આઠ વર્ષનો હોય અને સંતાનમાં એક દીકરો હોય હાલ આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા તપાસ ચલાવી રહ્યા હોય તેઓ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ભૂલથી તેઓ ફિનાઈલ વાળા વાસણમાં પાણી પી જતા છાંયાબેનને અસર થઈ હતી.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના માળિયા હાઇવે નવી ટીંબડી ગામ ખાતે રહેતા ભાવનાબેન ગોપાલભાઈ નામના મહિલા માળિયા હાઇવે આનંદ હોટલ નજીક રોડ ક્રોસ કરતા હતા.ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લીધા હતા.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયા હતા.તેમજ ટીંબડી ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં ત્રાજપર ગામે રહેતા સોનલબેન માનસિંગભાઈ દેગામા નામના ૨૫ વર્ષીય મહિલાને પણ ઇજા પહોંચતા તેઓને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી હાલ બંને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ચંદ્રસિંહ પઢિયાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.તેમજ વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા નિતીનભાઇ મનસુખભાઈ નામના ૩૦ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ વાંકાનેર નજીક આવેલ પલાસ ગામની ચોકડી પાસે લુણસર જતા રસ્તે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામે રહેતા રણજીત રમેશભાઈ ઝાલા નામના ૧૩ વર્ષના બાળકને ઈજા થતાં તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
મામલતદાર દ્વારા કાર્યવાહી
મોરબીના ગ્રામ્ય મામલતદાર એમ.ટી.ધનવાણી તથા સ્ટાફે મોરબીના રંગપર (બેલા) ગામ નજીક ખોખરા હનુમાન મંદિર જવાના રસ્તા નજીકથી ટ્રક નંબર જીજે ૧૨ બીઝેડ ૫૪૫૭ તથા એક હિટાચી મશીનને ડિટેઇન કર્યું હતું અને હાલ તાલુકા પોલીસ હવાલે મૂકીને આગળની કાર્યવાહી શરૂ કરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે