મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલા આધેડનું સારવારમાં મોત


SHARE













હળવદના ડુંગરપુર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલા આધેડનું સારવારમાં મોત

હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં આધેડે મગજની બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પ્રાથમિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા ભાનુભાઈ બાબુભાઈ આંકડીયા (50) નામના આધેડએ પોતે પોતાની વાડીએ હતા ત્યારે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને સરકારી હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતને મગજની બીમારી હોવાના લીધે મનોમન લાગી આવતા તેને પોતે પોતાની જાતે ઝેરી દવા પીધી હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું તેવું જાણવા મળેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News