મોરબીના બાયપાસ રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત
SHARE
મોરબીના બાયપાસ રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત
મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર બાઈકને કાર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા વૃદ્ધને માથાના ભાગે તથા ડાબા પગમાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને આરોપી કાર સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી ભોગ બનેલા વૃદ્ધના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ દોશી હાઈસ્કૂલ પાસે મહાવીર નગરમાં રહેતા નાનજીભાઈ ભીમજીભાઇ નકુમ (40)એ હાલમાં ગાડી નંબર જીજે 1 એચવાય 1099 ના ચાલક સામે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ કીર્તિ પેટ્રોલ પંપની સામેથી તેઓના પિતા ભીમજીભાઇ પ્રેમજીભાઈ નકુમ (65) બાઇક નંબર જીજે 36 એએચ 6904 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને પાછળના ભાગેથી કાર ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે તથા ડાબા પગમાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાના હવાલા વાળી કાર સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બે બોટલ દારૂ
મોરબીના વીસીપરા વિસ્તારમાં રોહીદાસપરા મેઇન રોડ ઉપર મંદિરની બાજુમાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે 1124 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી કિશોર મૂળજીભાઈ સારેસા (54) રહે. વીસીપરા રોહીદાસપરા મેઇન રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે