હળવદના વેગડવાવ રોડે બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં
મોરબીમાં ઘરમાંથી બીયરના 36 ટીન સાથે આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં ઘરમાંથી બીયરના 36 ટીન સાથે આરોપીની ધરપકડ
મોરબીના વીસીપરા વિસ્તારમાં સ્કૂલની બાજુમાં રહેતા શખ્સનાં ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી 36 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને 4500 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ પર રોયલ સ્કૂલની બાજુમાં રહેતા કિશન મકવાણાના મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિયરના 36 ટીન મળી આવ્યા હતા જેથી કરીને આરોપી કિશન રમેશભાઈ મકવાણા (19)ની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ બીયરના ટીન તે ક્યાંથી લઈને આવેલ છે તે દિશામાં પોલીસે આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા વિવેક સુષ્માસીંગ (25) નામના યુવાનને વીસીપરા વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે