મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કથા સાંભળવા ગયેલા યુવાનનું કોઈ કારણોસર મોત


SHARE













મોરબીમાં કથા સાંભળવા ગયેલા યુવાનનું કોઈ કારણોસર મોત

મોરબીમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં કથા સાંભળવા માટે યુવાન ગયો હતો ત્યારે કોઈ કારણોસર તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા જયેશભાઈ ધીરજલાલ અગ્રાવત (44) નામનો યુવાન મહેન્દ્રનગર ગામ પાસે ઉમા વિલેજ સોસાયટીમાં ચાલતી થા સાંભળવા માટે ગયો હતો અને ત્યાં કોઈ કારણોસર તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ રોડ પર આવેલ માંડલ ગામ પાસે સિમોન કંપનીના કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો રાધેશ્યામ લાલજી વર્મા (35) નામનો યુવાન રોડ ઉપર હતો ત્યારે ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તેને સારવાર આપીને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા હંસાબેન લાભુભાઈ દેકાવાડિયા (60) બાઇકમાં પાછળ બેસીને ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે પડી જતા તેમને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News