વાંકાનેરના રાતાવીરડા પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
વાંકાનેરના રાતાવીરડા પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની નજીક આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો યુવાન લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ કલેહાર્ટ સીરામીક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો રાજેન્દ્રકુમાર મંગલકુમાર (40) નામનો યુવાન લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત
મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર 10 માં રહેતો સચિન ભુપતભાઈ રાવળદેવ (32) નામનો યુવાન વાવડી રોડ ઉપર બાપાસીતારામની મઢુલી પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે રોંગ સાઈડમાં આવેલ રીક્ષાના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાનને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.