મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે આવેલ સોસાયટીમાં કુતરાએ અનેક લોકોને બચકા ભર્યા: સીસીટીવી વિડીયો વાયરલ


SHARE













મોરબીના નવલખી રોડે આવેલ સોસાયટીમાં કુતરાએ અનેક લોકોને બચકા ભર્યા: સીસીટીવી વિડીયો વાયરલ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રામ ઔર શ્યામ સોસાયટીમાં કુતરાએ આતંક મચાવ્યા છે અને ત્યાં રસ્તા ઉપરથી પસાર થતા લોકોને બચકા ભર્યા છે તોવુ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે દરમિયાન બાઈક ઉપર જતા એક વ્યક્તિને આ કુતરાએ બચકા ભર્યા હતા જેનો સીસીટીવી કેમેરાનો વિડીયો હાલમાં મોરબીના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને સ્થાનિક લોકો દ્વારા આ કુતરાને મહાપાલીકા દ્વારા પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે

મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં અવારનવાર રસ્તે રજડતા કુતરા દ્વારા નિર્દોષ લોકોને બચકા ભરવામાં આવતા હોય તેવી ઘટનાઓ બનતી હોય છે તેવામાં આજે બપોરે પોણા બાર વાગ્યાના અરસામાં મોરબીના નવલખી રોડ પર આવેલ રામ ઔર શ્યામ સોસાયટીમાં એક કુતરાએ આતંક મચાવ્યો હતો અને રસ્તા ઉપરથી પસાર થતા લોકોને આ કૂતરાએ બચકા ભરી લીધા હતા દરમિયાન ત્યાંથી બાઈક લઈને પસાર થયેલા એક વ્યક્તિને આ કૂતરાએ બચકા ભરી લીધા હતા જેથી બાઈક સહિત તે વ્યક્તિ રસ્તા ઉપર નીચે પટકાયો હતો અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોના કહેવા મુજબ આ કૂતરુ હડકાયુ થયેલ છે અને તે વિસ્તારમાં આતંક મચાવી દીધો છે અને કેટલાક લોકોને બચકા પણ ભરી લીધા છે જેથી કરીને કોઇ અઘટીત બનાવ બને ત્યારે પહેલા મહાપાલિકાની ટીમ દ્વારા આ રસ્તે રજડતા કૂતરાને પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે






Latest News