મોરબીના વાંકડા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત
મોરબી : ચક્કર આવ્યા બાદ સારવારમાં ખસેડાયેલા સગર્ભા મહિલાનું મોત
SHARE
મોરબી : ચક્કર આવ્યા બાદ સારવારમાં ખસેડાયેલા સગર્ભા મહિલાનું મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મહિલાને વહેલી સવારે ચક્કર આવતા હળવદ ખાતે સારવારમાં ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જોકે અત્રે ટૂંકી સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજયુ હતુ.સગર્ભા મહિલાનું મોત થત્તા હાલ બનાવની નોંધ કરીને પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.
હળવદ પોલીસ મથકના વિજયભાઈ ચાવડા પાસેથી મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના દીઘડિયા ગામે રહેતા મનિષાબેન ખોડાભાઈ ગડેસા (કોળી) નામના ૨૮ વર્ષીય મહિલાને તા.૧ ફેબ્રુઆરીના વહેલી સવારે ત્રણેક વાગ્યે ઘરે ચક્કર આવી જતા હળવદની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેઓને મોરબી લાવવામાં આવ્યા હતા.અહીં મોરબી સારવાર દરમિયાન આ મહિલાનું મોત નિપજત્તા મૃતદેહને સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો.જેમાં મૃતકને સાત માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.વધુમાં મળતી માહિતી પ્રમાણે અગાઉ બે વખત મૃતક મનીષાબેનને બે વખત મિસડીલેવરી થઈ હતી અને બાદમાં હાલ તેઓ સગર્ભા હતા અને સાત માતનો ગર્ભ હતો.જેમાં ચક્કર આવ્યા બાદ તેઓનું સારવાર દરમિયાન મોત થયેલ છે.પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક મનિષાબેન સુરેન્દ્રનગરના મુળી તાલુકાના આંબેડી ગામના હતા અને તેઓના લગ્ન હળવદના દીઘડીયા ગામે ખોડાભાઈ સાથે થયા હતા.
પોલીસ કાર્યવાહી
મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશિપમાં રહેતા અને ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરતાં જયેશભાઈ રાજપરાને પૈસાની જરૂર પડતા મિત્ર દ્વારા પૈસા લેવામાં આવ્યા હતા અને બાદમાં રીંગ બનાવીને ૧૩ લોકો દ્વારા તેઓને વ્યાજ વટાવમાં ફસાવી દેવામાં આવ્યા હતા.જે અંગે તેઓએ ફરિયાદ નોંધાવી હતી જેમાં ૧૩ શખ્સો સામે નોંધાયેલ ફરિયાદમાં થોડા દિવસો પહેલા ત્રણ ઇસમોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને ગઈકાલે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એમ.સગારકા દ્વારા આ કેસમાં સંડોવાયેલા અરવિંદસિંહ ઉર્ફે મુન્નાભાઈ મહેન્દ્રસિંહ ઝાલા (૩૬) રહે.વૃષભનગર શેરી નંબર-૫ સનરાઈઝ એપાર્ટમેન્ટ પાસે સામાકાંઠે મોરબી-૨ ની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
વૃદ્ધ સારવારમાં
માળિયા મિંયાણાના જાજાસર ગામના વતની બાબુભાઈ વિરમભાઈ બોટાસરા નામના ૫૦ વર્ષીય વૃદ્ધને બિમારી સબબ મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે ગત તા.૧૬-૧ ના રોજ ટીબીની બીમારીના લીધે તેઓને મોરબીની સિવિલે સારવાર માટે એડમિટ કરવામાં આવેલા છે.જોકે તેઓના કોઈ વાલીવાર ન હોય હોસ્પિટલ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી કરીને એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણીએ આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરી હતી.
બાળક સારવારમાં
માળીયા મિંયાણાના ખાખરેચી ગામ પાસે આવેલ પેપર મિલ નજીક થયેલ ઠીકાપાટુની મારામારીના બનાવમાં રણજીત રામમનોહર નામના છ વર્ષના બાળકને ઇજા થતાં અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.