મોરબી ગાયત્રી મંદિર ખાતે સમૂહ યજ્ઞોપવિત-૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો હળવદ શાળા નંબર-૪ ખાતે બનેલ પ્રાર્થના હોલના દાતાઓનું સન્માન કરાયું મિશન નવભારતમાં મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પદે આર્યન ત્રિવેદીની વરણી મોરબી જિલ્લામાં મતદાનના ૪૮ કલાક પૂર્વે અને પછીનું પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં મતદાન મથક માટેની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબી મહાપાલિકામાં ટોપથી બોટમ સુધી 1300 જેટલા અધિકારી-કર્મચારીઓની ભરતી માટે સરકારમાં દરખાસ્ત કરાઇ: સ્વપ્નિલ ખરે વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે ભરાયેલ ફોર્મમાંથી ભાજપના એક સહિત 7 અને હળવદમાં કોંગ્રેસ-બસપાના એક-એક સહિત 3 ફોર્મ રદ મોરબીના નવલખી રોડે આવેલ સોસાયટીમાં કુતરાએ અનેક લોકોને બચકા ભર્યા: સીસીટીવી વિડીયો વાયરલ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં ટોપથી બોટમ સુધી 1300 જેટલા અધિકારી-કર્મચારીઓની ભરતી માટે સરકારમાં દરખાસ્ત કરાઇ: સ્વપ્નિલ ખરે


SHARE













મોરબી મહાપાલિકામાં ટોપથી બોટમ સુધી 1300 જેટલા અધિકારી-કર્મચારીઓની ભરતી માટે સરકારમાં દરખાસ્ત કરાઇ: સ્વપ્નિલ ખરે

રાજ્ય સરકાર દ્વારા મોરબી મહાનગરપાલિકાની રચના કરવામાં આવ્યા બાદ મોરબીના મુખ્ય માર્ગોની આસપાસમાં થયેલા કાચા-પાકા, નાના-મોટા દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાલમાં કમિશ્નરની આગેવાની હેઠળ કરવામાં આવી રહી છે. જોકે નગરપાલિકા હતી ત્યારે વસ્તી અને વિસ્તારમાં સતત વધારો થતો હતો પરંતુ નગરપાલિકાના સ્ટાફમાં નવી ભરતી કરવામાં આવી ન હતી. જેથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી આંગળીના ટેરવે ગણી શકાય તેટલા જ કાયમી કર્મચારીઓ છે અને તે સિવાય હંગામી અને રોજમદાર કર્મચારીઓને કામે રાખીને ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે પરંતુ આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોને સારામાં સારી સુવિધા મળે તેના માટે થઈને ક્લાસ વન થી લઈને ક્લાસ ફોર સુધી કુલ મળીને 1300 જેટલા અધિકારી અને કર્મચારીઓની ભરતી કરવા માટેની ઠરાવ સાથેની દરખાસ્ત હાલમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને મોકલી આપવામાં આવી છે અને વહેલમાં વહેલી તકે સ્ટાફની ભરતી થાય તે માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે

મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવમાં આવી છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો મોરબી મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે મોરબી મહાપાલિકામાં હવે જે વિસ્તાર આવે છે ત્યાં લોકોને રોડ રસ્તા લાઈટ પાણી અને બાગ બગીચા સહિતની તમામ સારી સુવિધા મળે તેના માટેની કામગીરી મહાપાલિકાના વર્તમાન કમિશનર સ્વપ્નિલ ખરે અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે જોકે કોઈ પણ કામ કરવા માટે થઈને મેનપાવર અને મનીપાવરની જરૂર પડતી હોય છે ત્યારે મનીપાવર તો સરકાર તરફથી ગ્રાન્ટ રુપે આપવામાં આવે છે તેની સાથોસાથ લોકો દ્વારા જે ટેક્સ જમા કરવામાં આવે છે તે ટેક્સની રકમનો ઉપયોગ કરીને પણ જુદા જુદા વિકાસ કામો કરવામાં આવે છે. પરંતુ ખાટલે મોટી ખોટ એટલે કે જો મેન પાવર જ ન હોય તો મની પાવર હોવા છતાં પણ લોકોને સારી સુવિધા ન આપી શકાય તે નરી વાસ્તવિકતા છે ત્યારે મોરબી મહાપાલિકામાં ટોપથી બોટમ સુધી જોવા જઈએ તો આજની તારીખે આંગળીના ટેરવે ગણી શકાય કેટલાક કાયમી કર્મચારીઓ છે જેથી અપૂરતા સ્ટાફ અને ટાંચા સાધનોના કારણે કામગીરી કરવી મુશ્કેલરૂપ બની રહી છે ત્યારે વહેલા તકે મોરબી મહાપાલિકામાં નવા સ્ટાફની ભરતી થાય તેના માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મોરબી મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા અગાઉ મોરબી મહાપાલિકા વિસ્તારને પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોન આમ બે ઝોનમાં વેચવામાં આવેલ છે અને મેઈન ઓફિસ તેમજ બંને ઝોન ઓફિસ વહેલી તકે શરૂ કરવામાં આવે તેના માટેની કવાયત કરવામાં આવી રહી છે. હાલમાં મહાપાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી મહાપાલિકાની મેઇન ઓફિસ, બે ઝોન ઓફિસ અને 13 વોર્ડ ઓફિસમાં કુલ મળીને 1300 જેટલા અધિકારી અને કર્મચારીની ભરતી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તેના માટે મોરબી મહાપાલિકાના વહીવટદારનો ઠરાવ કરીને હાલમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને તે દરખાસ્ત મોકલી આપવામાં આવી છે સૂત્રોના કહેવા મુજબ મોરબી મહાપાલિકાની મુખ્ય કચેરીમાં 556 જેટલા અધિકારી અને કર્મચારી તેમજ બંને ઝોન ઓફિસમાં કુલ મળીને 606 જેટલાં અધિકારી અને કર્મચારી તેમજ હાલમાં જે 13 વોર્ડ છે તે દરેક વોર્ડની ઓફિસમાં કુલ 15-15 એટ્લે કે 195 અધિકારી અને કર્મચારીની ભરતી કરવામાં આવશે. આમ કુલ મળીને મહાપાલિકામાં 1300 જેટલા અધિકારી અને કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.

ભવિષ્યમાં જ્યારે પણ સરકારમાંથી મોરબી મહાનગરપાલિકા માટેનું મહેકમ મંજૂર કરવામાં આવે ત્યારબાદ ભરતી પ્રક્રિયાને લઈને કોઈ પણ પ્રકારના પ્રશ્નો કે વિવાદ ન થાય તે માટે થઈને ગૌણ સેવા પસંદગી મારફતે ક્લાસ 1 થી લઈને કલાસ 3 સુધીના અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવામાં આવે તેવી શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે. જોકે હાલમાં જે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે તે મુજબ જો મોરબી મહાપાલિકાનું સેટઅપ મંજુર કરવામાં આવશે તો સો ટકા આગામી સમયમાં મોરબી મહાપાલિકા વિસ્તારની કાયાપલટ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેની સાથોસાથ હાલમાં જે સપ્તાહમાં એક દિવસ જુદાજુદા રોડ રસ્તા ઉપર દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવે છે તેના બદલે ભવિષ્યમાં દબાણ હટાવવા માટેની સ્પેશ્યલ શાખા મહાપાલિકામાં અસ્તિત્વમાં આવે અને દરરોજે દરરોજ કોઈને કોઈ વિસ્તારની અંદર ગેરકાયદે ખડકાયેલા નાના-મોટા, કાચા-પાકા તમામ દબાણો દૂર થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે તેની સાથોસાથ મોરબી મહાપાલિકા વિસ્તારની અંદર જેટલી પણ સોસાયટીઓના કોમન પ્લોટ તથા સરકારી ખરાબ અને ફૂટપાથની આસપાસમાં જે જમીનો ખુલ્લી પડી છે તેનો સદુપયોગ કરીને ત્યાં નાના મોટા બાગ બગીચા તથા વડીલો સહિતના લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે તેના માટેની પણ તૈયારીઓ હાલમાં ચાલી રહી છે તેવું ચર્ચાઇ રહ્યું છે.








Latest News