મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બંધ થઈ ગયેલ ધંધો ફરી ચાલુ ન થતાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબીમાં બંધ થઈ ગયેલ ધંધો ફરી ચાલુ ન થતાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો યુવાન અને તેના પિતા સાથે માળીયા ખાતે મીઠાનો વેપાર ધંધો કરતો હતો તે વેપાર ધંધો બંધ થઈ ગયો હતો અને જે ચાલુ કરવા માટે મહેનત કરવા છતાં પણ તેમાં સફળતા મળતી ન હતી જેથી યુવાને પોતે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તે યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં આવેલ જેઠા ગલીમાં રહેતા ઉમંગભાઇ નિરંજનભાઈ લખતરિયા (41)પોતે પોતાની જાતે ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન સારવારમાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મૃતકના પત્ની જલ્પાબેન ઉમંગભાઇ લખતરિયા (41) રહે. કાલીકા પ્લોટ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન તેના પિતા સાથે માળિયા ખાતે મીઠાનો વેપાર ધંધો કરતો હતો અને છેલ્લા ત્રણેક વર્ષથી તે મીઠાનો ધંધો બંધ થઈ જતા ધંધો ચાલુ કરવા માટે થઈને મૃતક યુવાન મહેનત કરતો હતો પરંતુ ધંધો ચાલુ થતો ન હતો જે બાબતે તેને મનોમન લાગી આવ્યું હતું જેથી તેણે તા. 31/1 ના રોજ સાંજના સમયે પોતે પોતાની જાતે ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું ગઈકાલે મોત નીપજયું છે આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News