મોરબીમાં બંધ થઈ ગયેલ ધંધો ફરી ચાલુ ન થતાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત
મોરબી શહેર-તાલુકામાં જુગારની બે રેડ, ચાર શખ્સ પકડાયા: લીલાપર રોડે ઘરમાં દારૂની રેડ
SHARE
મોરબી શહેર-તાલુકામાં જુગારની બે રેડ, ચાર શખ્સ પકડાયા: લીલાપર રોડે ઘરમાં દારૂની રેડ
મોરબીના જેલ રોડ ઉપર આવેલ પશુ દવાખાના પાછળ વોકળા પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સ પકડાયા હતા અને લાલપર નજીક કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સો પકડાયા હતા જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે
મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેલ રોડ ઉપર આવેલ પશુ દવાખાના પાછળ વોકળા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે સીદીકભાઈ યુસુફભાઈ મોવર (42) રહે. નવલખી રોડ લાયન્સનગર મોરબી તથા યુસુફભાઈ મામદભાઈ જુણાચ (48) રહે. નવા ડેલા રોડ ઘાંચી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 6,000 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝનમાં ગુનો નોંધાયેલ છે આવી જ રીતે મોરબીના લાલપર ગામે ત્રિવેણી મોજેક ટાઇલ્સ નામના કારખાના સામે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઇમરાનભાઈ કાદરભાઈ મોટલાણી રહે વીસીપરા મોરબી અને દિનેશભાઈ મોહનભાઈ ઠોરિયા રહે. વિશાલ દીપ પાછળ લાલપર વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 11,500 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
દેશી દારૂની રેડ
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર પાસે રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવ માટે ઉપયોગમાં લેવામાં આવતો સાડા ત્રણસો લીટર આથો તથા 70 લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસને 21 હજાર રૂપિયાની કિંમત પણ મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સંજયભાઈ નાગજીભાઈ દેગામા (38) રહે. લીલાપર રોડ રામદેવપીર મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરીને તેની સામે એ ડિવિઝન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે