મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર


SHARE













માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર

માળીયા (મી)ના વવાણીયા ગામના સીમમાં શિકાર કરવા માટે યુવાન તેના મિત્રો સાથે ગયો હતો ત્યારે શિકાર બાબતે બોલાચાલી થયેલ હતી જેથી લોડેડ બંદૂકમાંથી ફાયરિંગ કરીને યુવાનની હત્યા કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

માળીયા તાલુકાનાં વવાણિયા ગામે મોરબીના મહેન્દ્રપરામાં રહેતો વસીમ ગુલામહુસેન પીલુડિયા (38) તથા મોરબીનો અસલમ અને માળીયાનો રહેવાસી જાવીદ સીમ વિસ્તારમાં રોજડા નો શિકાર કરવા માટે થઈને ગયા હતા અને ત્યારે બાવળની જાળીમાં અસ્લમે છુપાવી રાખેલ દેશી બનાવટની બંદૂકને કાઢીને તેને અસ્લમે લોડ કરી હતી અને ત્યારબાદ વસીમ સહિતના ત્રણેય શિકારની રાહમાં હતા તેવામાં શિકાર આવી જતા તે બાબતે વસીમને અસ્લમ અને જાવેદ સાથે કોઇ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ અસ્લમે જે બંદૂક લોડ કરીને રાખી હતી તેમાંથી જાવીદે વસીમ ઉપર ફાયરીંગ કર્યુ હતુ જેથી વસીમને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક યુવાનના મોરબીના મહેન્દ્ર પરા શેરી નંબર 10 માં રહેતા પિતા ગુાલમહુસેન અબ્દુલભાઈ પિલુડીયાએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અસ્લમ ગફુરભાઇ મોવર રહે. વાવડી રોડ મોરબી અને જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા રહે. માળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.






Latest News