મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
SHARE
મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મંગળવાર આ એક્ઝામ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી યોજાઇ હતી આ પરીક્ષામાં ધો. 10ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપતા પહેલા બેઠક વ્યવસ્થા, રસીદ, ઉતરવહી, બારકોર્ડ સ્ટીકર, ખાખી સ્ટીકર પુરવણી વગેરે સંબંધિત ઘણી સમસ્યાઓ થતી હોય છે જેથી કરીને એક્ઝામ પહેલા અને એક્ઝામ દરમ્યાન શું કરવું તેની માહિતી અને માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું