કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું


SHARE













મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું

મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર અગ્નિશમન શાખા દ્વારા ગત તા.૬-૨-૨૫ ના રોજ સવારના ૯ કલાકે મચ્છુ ડેમ-૨ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોટ ડ્રીલમાં પાણીમાં ડૂબતી વ્યક્તિ અથવા આકસ્મિક સંજોગોમાં ફસાયેલ વ્યક્તિને બોટ અને રોબોટ એમ બંન્ને દ્વારા રેસ્ક્યુ કરવાની ડ્રીલનું લાઈવ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.આ પ્રકારની ડ્રીલ કરવાનો મુખ્ય ઉદેશ્ય એ છે કે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં પુરની પરિસ્થિતિ, ભારે વરસાદ તથા અન્ય પ્રકારની પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિને કોઈ ઈજા અને જાન-હાનિ થયા વિના બચાવ કામગીરી થાય, તેની તકેદારીના ભાગરૂપે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા, મચ્છુ ડેમ-૨ સ્ટાફ, સિંચાઈ વિભાગ સ્ટાફ, પોલીસ સ્ટાફ, ઈમરજન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સેવા ૧૦૮ સ્ટાફ, GISF સ્ટાફ સહિતના કર્મયોગીઓ હાજર રહયા હતા.






Latest News