મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ


SHARE













મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ

મોરબીના જેતપર રોડ ઉપર ગાળા ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે આઠેક વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરતા એક આધેડને અજાણી સફેદ કલરની કારના ચાલકે હડફેટે લીધા હતા.જે બનાવમાં ઘટના સ્થળે આધેડનું મોત નિપજયુ હતુ.જેથી ડેડબોડીને હોસ્પિટલે લઈ જવામાં આવતા હાલ આ વૃદ્ધ કોણ છે..? તેની ઓળખ મેળવવા માટે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા તથા સ્ટાફ દ્વારા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર ગાળા ગામના પાટીયા પાસે અજાણ્યા ૫૫ વર્ષના વૃદ્ધનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે ગાળા ગામ પાસે આવેલ સુખસાગર હોટલની સામેના ભાગે આ અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં પગપાળા રોડ ક્રોસ કરતા સમયે સફેદ કલરની કાર દ્વારા અજાણ્યા વૃદ્ધને હટફેટે લેવામાં આવતા તેઓનું મોત નિપજ્યું હતું.મૃતકના હાથની કલાઈ ઉપર "શ્રી ખોડીયાર" તથા "શ્રી શક્તિ" ત્રોફાવેલ છે.બનાવ બાદ મૃતકના ડેડબોડીને મોરબીની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું. અને હાલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા તથા સ્ટાફ દ્વારા આગળની તપાસ કરતા મૃતકના ખીચામાંથી એક ચીઠ્ઠી મળી આવી હતી.જેમાં ચોટીલાની કોઈ હોટલનો નંબર હોય અને ત્યાં પહોંચીને તપાસ કરવામાં આવતા તે હોટલ સંચાલકે જણાવ્યું હતું કે આ વૃદ્ધ એક અઠવાડિયા પહેલા અહીં રોકાયા હતા અને તેઓ ધાંગધ્રા બાજુના કોઈ ગામના હોવાનું અને તેમનું નામ પ્રવીણભાઈ રાજપૂત હોવાનું જે તે સમયે તેઓ કહેતા હતા.તેવું ચોટીલાની હોટલના સંચાલકે પોલીસને જણાવ્યું હોય પોલીસે આ દિશામાં આગળની તપાસ શરૂ કરી છે.અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ ખરેખર કોણ છે..? તેના વાલી વારસ સુધી પહોંચવા માટે તાલુકા પોલીસએ આગળની તપાસ શરૂ કરી છે.




Latest News