મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
Morbi Today

મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત


SHARE













મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત

મોરબીની નાની બજારમાં રહેતા શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ આરતીબા રાણાએ હાલમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનરને વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, આ વોર્ડમાં ઘણા બધા સ્થાનિક પ્રશ્નો છે જેમાં ગટર, પાણી, ભૂગર્ભ, વીજળી લાઈટ, રસ્તાના કામ, ગટરના તૂટેલા ઢાંકણા વિગેરેનો સમાવેશ થાય છે. અને આગામી દિવસોમાં ચૂંટણી આવશે તે પહેલા આ બધા પ્રશ્નોનો ઉકેલ નહીં કરવામાં આવે તો અમારા વિસ્તારના મતદારો નારાજગી વ્યક્ત કરશે. તેવું દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને બક્ષી શેરી, બુઢા બાવાની શેરી, ખોખાણી શેરી, જોડીયા હનુમાન શેરીમાં બ્લોક નાખવાના બાકી છે તેમજ રાજપૂત સમાજની વાડી આવેલ છે ત્યાં પણ બ્લોક નાખવાના બાકી છે. મોરબીમાં મહેન્દ્ર ઘાટની બજાર પાસે નદી કાંઠે લોડર ફેરવવું, ઘાટ ઉપર પાળી તૂટી ગયેલ હોવાથી ગાય સહિતના અબોલ જીવ અવાર નવાર નીચે પડે છે ત્યારે તેના માટે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે.








Latest News