મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
SHARE
મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
મોરબીમાં જે.જે.સી. સેન્ટ્રલ બોર્ડ તથા જે.જે.સી. સેન્ટ્રલ બોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરીત જૈન જાગૃતિ સેન્ટર તથા જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. અને આગામી તા.૯ ને રવિવાર સવારે ૯ કલાક થી બપોરે ૧ કલાક સુધી સ્કાય મોલ (ગ્રાઉન્ડ ફ્લોર), શનાળા રોડ, મોરબી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે જીતેનભાઈ દોશી (૯૮૨૫૨ ૫૯૧૮૫) અથવા હાર્દિક શાહ (૯૮૨૫૨ ૩૪૩૦૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે. આ કેમ્પમાં સહયોગી સંસ્થા તરીકે સંસ્કાર બ્લડ બેન્ક-મોરબી સહયોગ આપશે. અને બ્લડ ડનેટ કરનાર દરેક રકતદાતાને સન્માનપત્ર અને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવશે.