મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
Morbi Today

મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ

મોરબીમાં અગાઉ સામું જોવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને સ્વિફ્ટ ગાડીમાં આવેલા શખ્સે ધારિયા વડે યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો જેથી યુવાન સહિત બંનેને ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના પંચાસર રોડે રહેતા અને ફ્રુટનો વેપાર કરતાં જુબેર ઉર્ફે બબુડો મહેબૂબભાઈ માયક (25)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાહરૂખ ઘાંચી રહે. મિલન પાર્ક વાવડી રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ ફરિયાદીને આરોપી સાથે સામું જોવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા તેની સાથે અન્ય એક વ્યક્તિ બાઈક ઉપર મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર કાળુભાઈના ગેરેજ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી સ્વીફ્ટ ગાડી લઈને આરોપી આવ્યો હતો અને તેને પોતાની ગાડી ઉભી રાખીને તેમાંથી તે લોખંડનું ધારિયું લઈને નીચે ઉતર્યો હતો અને ત્યાર બાદ ફરિયાદી યુવાનને ગાળો આપીને લોખંડના ધારિયાથી ફરિયાદીને જમણા ખભા ઉપર મારમારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી અને તેની સાથે બાઈકમાં બેઠેલ અન્ય વ્યક્તિને પણ ધારિયું જમણા હાથમાં મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ફરિયાદ આધારે પોલીસે આરોપી શાહરૂખ આરીફભાઈ પરમાર (30) રહે. 3-મિલન પાર્ક વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.








Latest News