માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 10 વર્ષની સજા


SHARE













મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 10 વર્ષની સજા

મોરબી તાલુકામાં વર્ષ 2019 માં સગીરાનું લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને કોર્ટે 10 વર્ષની સખ્ત કેદની સજા અને જુદીજુદી કલમ હેઠળ 25 હજારનો દંડ કર્યો છે.

આ કેસની હાલમાં વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ 2019માં મોરબી તાલુકામાં આવેલ સીરામીક કારખાનામાં કામ કરતા પરિવારની સગીર વયની દીકરીને ત્યાં જ લેબર ક્વાટર્સમાં રહેતો મૂળ વાંકાનેરના જાલીડા ગામનો રહેવાસી ઘનશ્યામ ઉર્ફે ઘનો કાળુભાઇ ગોગીયા (21) નામનો શખ્સ લગ્નની લાલચ આપીને અપહરણ કરીને લઈ ગયો હતો અને સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી જે ગુનામાં આરોપીને પકડવામાં આવ્યો હતો અને આ કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે મદદનીસ સરકારી વકીલ નિરજ કારીની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને લઇને આરોપી ઘનશ્યામ ઉર્ફે ઘનો કાળુભાઇ ગોગીયાને 10 વર્ષની સજા અને જુદીજુદી કલમ હેઠળ 25 હજારનો દંડ કર્યો છે. અને ભોગ બનનાર સગીરાને કોર્ટે 4 લાખનું વળતર અને આરોપી દંડ ભારે તો તેના સહિત કુલ મળીને 4.25 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે.




Latest News