બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 10 વર્ષની સજા


SHARE







































મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 10 વર્ષની સજા

મોરબી તાલુકામાં વર્ષ 2019 માં સગીરાનું લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને કોર્ટે 10 વર્ષની સખ્ત કેદની સજા અને જુદીજુદી કલમ હેઠળ 25 હજારનો દંડ કર્યો છે.

આ કેસની હાલમાં વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ 2019માં મોરબી તાલુકામાં આવેલ સીરામીક કારખાનામાં કામ કરતા પરિવારની સગીર વયની દીકરીને ત્યાં જ લેબર ક્વાટર્સમાં રહેતો મૂળ વાંકાનેરના જાલીડા ગામનો રહેવાસી ઘનશ્યામ ઉર્ફે ઘનો કાળુભાઇ ગોગીયા (21) નામનો શખ્સ લગ્નની લાલચ આપીને અપહરણ કરીને લઈ ગયો હતો અને સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી જે ગુનામાં આરોપીને પકડવામાં આવ્યો હતો અને આ કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે મદદનીસ સરકારી વકીલ નિરજ કારીઆની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને લઇને આરોપી ઘનશ્યામ ઉર્ફે ઘનો કાળુભાઇ ગોગીયાને 10 વર્ષની સજા અને જુદીજુદી કલમ હેઠળ 25 હજારનો દંડ કર્યો છે. અને ભોગ બનનાર સગીરાને કોર્ટે 4 લાખનું વળતર અને આરોપી દંડ ભારે તો તેના સહિત કુલ મળીને 4.25 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે.
















Latest News