મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 10 વર્ષની સજા
મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો
SHARE








મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશના વિસ્તારમાં વર્ષ ૧૯૯૬ માં લૂંટ અને ધાડની ઘટના બની હતી તેમજ લૂંટની કોશિશની એક ઘટના બની હતી જે ગુનામાં સંડોવાયેલ આરોપી ગોરધન ભુરાભાઈ મેડા રહે. મધ્યપ્રદેશ વાળો છેલ્લા ઘણા વર્ષોથી નાસતો ફરતો હતો જે મોરબી રવિરાજ ચોકડી ખાતે હોવાની બાતમી મળી હતી જેથી કરીને એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સ્થળ પર જઈને આરોપીની ધરપકડ કરી હતી અને તેને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે. આ આરોપી ૨૯ વર્ષથી નાસતો ફરતો હતો તેવું પોલીસે જણાવ્યુ છે.
