બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષા યોજાઇ


SHARE







































વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષા યોજાઇ

મોરબીમાં શનાળા રોડે આવેલ ગીતાંજલી વિદ્યાલય ખાતે પ્રિ-SSC પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બોર્ડની પરીક્ષા આપવાના હોય તેવા ૧૧૦ વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું અને તેમાંથી ૯૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અત્રે ઉલેખનીય છે કે, ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC ૫રીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આવ્યા હતા અને બોર્ડની પરિક્ષાની જેમ જ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનો મુખ્ય હેતુ બોર્ડની પરીક્ષા પૂર્વે બાળકોને બોર્ડની પરીક્ષાનો અનુભવ થાય અને તેના મનમાંથી બોર્ડની પરીક્ષાને લઈને જે ડર હોય તે દુર થાય તેવો હતો. ખાસ કરીને પરિક્ષાના પહેલા દિવસે જે મુશકેલીઓ વિદ્યાર્થીઓને પડતી હોય છે તે ન પડે અને સરળતાથી તે પોતાની બેઠક વ્યવસ્થા સુધી પહોચી શકે અને પેપર લખતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાને લેવાની હોય છે તેની પણ માહિતી અને માગદર્શન બાળકોને આપવામાં આવ્યું હતું અને આવી જ રીતે આગામી દિવસોમાં ધો. ૬ થી ૮ અને ૧૧ આર્ટસ તેમજ કોમર્સની સ્કોલરશીપ પરીક્ષા યોજવામા આવશે. જેના માટેની વધુ વિગત માટે મો. ૭૦૧૬૨૭૮૯૦૭ અથવા ૮૪૦૧૪૬૦૬૪૧ ઉપર સંપર્ક કરવા માટે શાળાના સંચાલકોએ જણાવ્યુ છે.
















Latest News