વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષા યોજાઇ
મોરબીના બગથળા ગામે યુવાને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
SHARE






મોરબીના બગથળા ગામે યુવાને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા અરવિંદભાઈ ભાણજીભાઈ મકવાણા (19) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સતિષભાઈ લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ યુવાને ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ જીલુંભાઈ ગોગરા ચલાવી રહ્યા છે


