મોરબીના ઊંચી માંડલ પાસે કાર-બાઈક અકસ્માતમાં હોટલ સંચાલકનું મોત
મોરબીના લીલાપર રોડે તૂટી ગયેલા પુલને નવનિર્મીત કરવા કોંગ્રેસની માંગ
SHARE






મોરબીના લીલાપર રોડે તૂટી ગયેલા પુલને નવનિર્મીત કરવા કોંગ્રેસની માંગ
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ લીગલ સેલના પ્રમુખ ભાવિન વી. ફેફર દ્વારા કલેકટર તથા મહાપાલીકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી શહેરથી લીલાપર ગામ તરફ જવા માટેનો જે રસતો આવેલ છે ત્યાં કાળી પાટની મેલડી માતાજીનાં મંદીર પાસે રામદેવપીરના મંદીરની બાજુમા નાનો વર્ષો જૂનો પુલ આવેલ હતો જે ઘણા સમયથી તૂટી ગયેલ છે જેથી કરીને લીલાપર ગામ સહિતના જુદાજુદા ગામોમાંથી મોરબીમાં આવતા અને જતાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને ટ્રાફિક વગરના આ ટુકા અંતરના રસ્તા ઉપર જે પુલ તૂટી ગયેલ છે તેને લોકોના હિતને ધ્યાને રાખીને વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે


