રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા વિસ્તારમાં સામાન્ય બાબતે બોલાચાલી બાદ બંને પક્ષથી મારામારી: સામસામી ફરીયાદ


SHARE









મોરબીના વીસીપરા વિસ્તારમાં સામાન્ય બાબતે બોલાચાલી બાદ બંને પક્ષથી મારામારી: સામસામી ફરીયાદ

મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર પાસે શેરીમાં પરિમલ સ્કૂલની બાજુમાં સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બંને પક્ષથી મારામારી કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધી આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાસે ની શેરીમાં રહેતા રવિભાઈ ચંદુભાઈ વડલખીયા (૨૨)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિમલભાઈ દિનેશભાઈ બાબરીયા, અશોકભાઈ દિનેશભાઈ બાબરીયા અને શૈલેષભાઈ બાબરીયા રહે બધા વીસીપરા હનુમાનજી મંદિર પાસેની શેરીમાં મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી તથા સાહેદ રાહુલ ભુપતભાઈ ડુમાણીયા અને તેનો મિત્ર ત્રણેય જણા ફરીયાદીના કાકી દક્ષાબેન ને તેના પાડોશી સાથે બોલાચાલી થયેલ હોય જે બાબતે સમજાવવા જતા બોલાચાલી ઉગ્ર થઈ હતી અને ત્રણે આરોપીઓ ત્યાં આવી ગયા હતા અને અશોકભાઈએ તેના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદીને મારમારી પગમાં ફેકચર જેવી ઇજા કરી હતી તથા સાહેદ વિનોદભાઈને ઢીકા પાટુનો માર મારી ઇજા કરી હતી અને ત્રણેય આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

જ્યારે સામા પક્ષેથી અશોકભાઈ ઉર્ફે બાબો દિનેશભાઈ બાબરીયા (૧૯)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાહુલભાઈ ભુપતભાઈ, વિનોદભાઈ વડલખીયા, રવિભાઈ ચંદુભાઈ, વીરુ ખવાસ અને બે અજાણ્યા માણસોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતા તથા ભાઈ સાથે આરોપી રાહુલભાઈ, વિનોદભાઈ અને રવિભાઈ બોલાચાલી કરી ગાળો આપી ઝઘડો કરતા હતા જેને સમજાવવા જતા આ કામના આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી તથા સાહેદ સંજનાબેન ને ઢીકા પાટુનો માર મારેલ અને સાહેદ વેલજીભાઈ તથા વિજયભાઈ વચ્ચે પડી છોડાવતા આરોપીઓ જતા રહેલ અને થોડીવાર બાદ રાહુલભાઈ અને વીરુ ખવાસ તથા બે અજાણ્યા માણસો બાઇક લઈને આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદ વેલજીભાઈ અને વિજયભાઈ ને રાહુલભાઈએ છરીના ઘા મારી ગંભીર ઇજા કરી હતી જ્યારે વીરુ ખવાસે વેલજીભાઈ ના કપાળના ભાગે ધોકો મારીને ઇજા કરી હતી આમ આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News