મોરબીના વીસીપરા વિસ્તારમાં સામાન્ય બાબતે બોલાચાલી બાદ બંને પક્ષથી મારામારી: સામસામી ફરીયાદ
હળવદના નવા દેવળીયા ગામે પંચાયત ઓફિસમાં તલાટીમંત્રી સાથે શાંતિથી વાત કરવાનું કહેતા સરપંચને બે શખ્સોએ મારમાર્યો: મારી નાખવાની ધમકી
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1739421677.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
હળવદના નવા દેવળીયા ગામે પંચાયત ઓફિસમાં તલાટીમંત્રી સાથે શાંતિથી વાત કરવાનું કહેતા સરપંચને બે શખ્સોએ મારમાર્યો: મારી નાખવાની ધમકી
હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે આવેલા બે શખ્સો તલાટી કમ મંત્રી સાથે ઉગ્ર ભાષામાં જોર જોરથી વાત કરતા હતા જેથી ગામના સરપંચે શાંતિથી વાત કરવા માટે તે લોકોને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા તેણે સરપંચને ગાળો આપી હતી અને તેની સાથે જપાજપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા સરપંચ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા ગામના સરપંચ ઈશ્વરભાઈ રામજીભાઈ અઘારા (55) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરપાલસિંહ તેજુભા પરમાર રહે. મૂળ નવા દેવળીયા ગામ હાલ રહે મોરબી અને એક અજાણ્યો શખ્સ આમ બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું હતું કે ફરિયાદી પોતે દેવળિયા ગ્રામ પંચાયતમાં સરપંચ છે અને આરોપી સુરપાલસિંહ પરમાર કોઈ કામ સબબ ગ્રામ પંચાયત ઓફિસે આવેલા હતા અને સાહેદ તલાટી કમ મંત્રી વિજયસિંહ ઝાલા સાથે ઉગ્ર ભાષામાં જોર જોરથી બોલતા હતા જેથી ફરિયાદીએ તેને શાંતિથી વાત કરવા જણાવતા આરોપીઓને તે સારું લાગ્યું ન હતું જેથી કરીને તેણે ફરિયાદીને ગાળો આપી હતી તથા ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા સરપંચ દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)