મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શ્રમયોગીઓને મતદાનના દિવસે મતદાન કરવા માટે રજા આપવાની સુચના જાહેર કરાઈ


SHARE











મોરબી જિલ્લામાં શ્રમયોગીઓને મતદાનના દિવસે મતદાન કરવા માટે રજા આપવાની સુચના જાહેર કરાઈ

શ્રમ આયુકતની કચેરી, રાજ્ય સરકાર, ગાંધીનગરની સુચના અનુસાર રાજયની મહાપાલિકાઓ, પાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત મતદાન આગામી તા. ૧૬/૨ ના રવિવારના સવારના ૭:૦૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક સુધી યોજાશે.

 ત્યારે જે-તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંઘાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારીઓ/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને તેમની અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. તેમ મદદનીશ શ્રમ આયુક્ત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫ ફેબ્રુઆરીના યોજાશે

લોકોની ફરિયાદો/પ્રશ્નોના નિવારણ માટે મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાએ યોજાતો ફેબ્રુઆરી-૨૦૨૫ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તારીખ ૨૫/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લાલબાગ, મોરબી તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે.જેમાં નાયબ કલેકટર અને સંબંધિત અધિકારીઓ પ્રશ્નોને વાચા આપશે. જેની તમામ અરજદારોને ખાસ નોંધ લેવા માટે મામલતદાર એમ.ટી.ધનવાણી, મોરબી (ગ્રામ્ય) ની યાદીમાં જણાવાયું છે.






Latest News