કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી ઉમા વિદ્યા સંકુલના ૧૭૩ વિદ્યાર્થીઓએ કરી જિલ્લા પંચાયતની મુલાકાત


SHARE













મોરબી ઉમા વિદ્યા સંકુલના ૧૭૩ વિદ્યાર્થીઓએ કરી જિલ્લા પંચાયતની મુલાકાત

સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ મળે અને લાંબા સમય સુધી યાદ રાખી શકે તે હેતુથી ધોરણ-૬ માં સામાજિક વિજ્ઞાન વિષયમાં અભ્યાસમાં આવતું પ્રકરણ ''સ્થાનિક સરકાર'' અંતર્ગત ૧૭૩ જેટલા વિદ્યાર્થીઓએ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો જેવા કે મહેસૂલ વિભાગ, મહેકમ વિભાગ, હિસાબી શાખા, કિસાન શાખા, આંકડાકીય શાખા સહિતના વિભાગો અંગે માહિતી મેળવી હતી. આ સાથે ડીડીઓ અને ડે. ડીડીઓ સાહેબને રૂબરૂ મળી વિવિધ વિભાગનોના કાર્યો વિશે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે મોરબી જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનની કામગીરી અંગે માહિતી મેળવી હતી. આ મુલાકાતમાં જીલ્લા પંચાયતના ઉપ-પ્રમુખ હીરાભાઇ ટમારીયા સહિતના મોરબી જિલ્લા પંચાયતના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ માહિતી આપી તે બદલ ઉમા વિદ્યા સંકુલ પ્રમુખ અશ્વિનભાઈ અઘારા દ્વારા મોરબી જિલ્લા પંચાયતની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News