મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

મોરબીના રાજપર (કુ) પાસે ગાડા માર્ગ ઉપરથી જામગરી બંદૂક સાથે એકની ધરપકડ


SHARE













મોરબીના રાજપર (કુ) પાસે ગાડા માર્ગ ઉપરથી જામગરી બંદૂક સાથે એકની ધરપકડ

મોરબી તાલુકાના રાજપર (કુ) ગામની સીમમાં ગાડા માર્ગ ઉપરથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક જામગરી બંદૂક મળી આવી હતી જેથી કરીને 2000 રૂપિયાની કિંમતનું હથિયાર પોલીસે કબજે કર્યું હતું અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના રાજપર (કું) ગામની સીમમાં નાટડાપાટી તરીકે ઓળખાતા વિસ્તારમાં રસિકભાઈ પટેલની વાડી પાસેથી ગાડા માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક જામગરી બંદૂક મળી આવતા પોલીસે 2000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને કરીમભાઈ ફુલુભાઈ લુણાઈ (45) રહે. ઉટબેટ સમપર તાલુકા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીના ભડીયાદ રોડે નજર બાગ રેલવે સ્ટેશન પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા ઈરફાન રફીકભાઈ સમા (26) રહે. સોઓરડી વરિયાનગર મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 1350 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News