મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીની લડુગોપાલ રેસ્ટોરન્ટમાં બે બાળ શ્રમિકોને કામે રાખનાર હોટલ માલિક સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીની લડુગોપાલ રેસ્ટોરન્ટમાં બે બાળ શ્રમિકોને કામે રાખનાર હોટલ માલિક સામે ગુનો નોંધાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસે લડુગોપાલ રેસ્ટોરન્ટ આવેલ છે જેમાં બાળ શ્રમિકોને કામે રાખવામાં આવ્યા હતા જેથી સરકારી શ્રમ અધિકારી દ્વારા ત્યાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે બે બાળ શ્રમિક ત્યાંથી મળી આવતા હાલમાં હોટલના માલિક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી આસપાસમાં બાળ શ્રમિકોને કામે રાખવામાં આવતા હોય તેવું અગાઉ પણ જુદી જુદી જગ્યાએથી સામે આવ્યું છે તેવામાં મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે આવેલ લડુગોપાલ રેસ્ટોરન્ટમાં બાળ શ્રમિકોને કામે રાખવામાં આવ્યા છે તેવી હકીકત મળી હતી જેના આધારે સરકારી શ્રમ અધિકારી દ્વારા ત્યાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે સ્થળ ઉપરથી કામ કરતા બે બાળ શ્રમિક મળી આવ્યા હતા જેથી કરીને હાલમાં સરકારી શ્રમ અધિકારી એમ.પી.જોશી (28) દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ નારણભાઈ કોઠારી (54) રહે. 44- સત્કાર બંગ્લોઝ ટોયાટો શો રૂમ પાસે નાના ચિલોડા અમદાવાદ હાલ રહે. મોરબી વાળા સામે બાળ અને તરૂણ કામદાર (પ્રતિબંધ અને નિયમન)- 1986 (સને-2016 માં સુધાર્યા અનુસાર) એક્ટ, ની કલમ 3 (એ) તથા 14 હુકમ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News