મોરબી નજીક વિનાયક માર્કેટિંગ નામની દુકાનમાંથી 58 બોટલો દારૂ સાથે વેપારીની ધરપકડ
મોરબીમાં યુવાનને 30 ટકા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી: જાનથી મારી નાખવાની ધમકી
SHARE







મોરબીમાં યુવાનને 30 ટકા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી: જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના નાની વાવડી રોડ ઉપર બાપા સીતારામની મઢુલી પાસે આવેલ ભક્તિનગરમાં રહેતા યુવાને 30 ટકા વ્યાજે રૂપિયા લીધા હતા જેની સામે અમુક રકમ ચૂકવી હોવા છતાં પણ 1.70 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી તેની પાસેથી કરવામાં આવી રહી હતી અને તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોડ ઉપર આવેલ બાપાસીતારામની મઢુલી પાસે ભક્તિનગરમાં રહેતા હર્ષદભાઈ મનુભાઈ કંઝારીયા (28)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કૃણાલ શાહ રહે. કાલિકા પ્લોટ દરગાહ પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તે વાવડી રોડ થી પંચાસર રોડ તરફ જવાના કાચા રસ્તે અભિનવ સ્કૂલ પાસેથી પસાર થયો હતો ત્યારે આરોપી કૃણાલ શાહ પાસેથી અગાઉ તેને એક લાખ રૂપિયા 30 ટકાના વ્યાજ લેખે લીધા હતા જેની સામે આરોપીને વ્યાજ પેટે 70,000 રૂપિયા આપેલ છે છતાં પણ તેની પાસેથી 1.70 લાખની માંગણી કરી બળજબરીપૂર્વક તેની પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી તથા ગાળો બોલીને જાનથી મારી નાખવાની તેને ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ ડિવિઝનના પીએસઆઇ એન.એ.ગઢવી ચલાવી રહ્યા છે
જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં આવેલ રામકૃષ્ણ એન્ટરપ્રાઇસ ટ્રેડિંગમાં કામ કરતાં શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી જાહેરનામાનો ટ્રેડિંગના સંચાલક કમલેશભાઈ પ્રભુભાઈ મોકાસણા રહે. આસોપાલવ સોસાયટી બોની પાર્ક પાછળ આસોપાલવ-602 રવાપર મોરબી વાળા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
