મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

મોરબી નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા હોટલ સંચાલકનું મોત: ગુનો નોંધાયો


SHARE













મોરબી નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા હોટલ સંચાલકનું મોત: ગુનો નોંધાયો

મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે હોટલ ચલાવતા આધેડ તેઓનું બાઈક લઈને તેમની એક હોટલેથી બીજી હોટેલ જઇ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં હોટલ સંચાલકને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક આધેડના દીકરાએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હળવદ હાઇવે ઉપર ઊંચી માંડલ ગામ નજીક ચામુંડા હોટલ નામે હોટલ ચલાવતા પ્રવીણભાઈ નાથાભાઈ કાલીયા (55) નામના આધેડ ગત તા.7/2 ના રાત્રીના 10:30 વાગ્યે તેઓનું બાઇક લઈને તેઓની એક હોટલેથી બીજી હોટલ તરફ કામ સબબ જતા હતા ત્યારે નેકસીયોન સિરામિક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. ત્યારે તેઓના બાઈકને કારના ચાલકે હડફેટે લેતા પ્રવીણભાઈ કાલીયાને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી સારવાર માટે મોરબી સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરા વિપુલભાઇ પ્રવિણભાઇ કાલીયા (36) રહે. હાલ ઉચી માંડલ પાસે ચામુંડા હોટલ મોરબી મુળ રહે. કાનીયાડ તાલુકો બોટાદ વાળાએ કાર નં. જીજે 36 એએફ 2206 ના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.ડી.જોગેલા ચલાવી રહ્યા છે.






Latest News