મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા સુવર્ણ પ્રાશન સંસ્કાર કેમ્પ યોજાયો મોરબી જિલ્લામાં ૨૧ ઓક્ટોમ્બરે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના 11 દર્દીઓને પોષણ કીટનું વિતરણ


SHARE











મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના 11 દર્દીઓને પોષણ કીટનું વિતરણ

100 Days intensified  Campaign નો હેતુ જન ભાગીદારી થકી ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને  જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો  છે. જે અંતર્ગત રોટરી ક્લબ ઓફ મોરબીએ મોરબીની ટીબી હોસ્પિટલ ખાતે જઈને અત્યંત જરૂરિયાતમંદ 11  ટીબીના દર્દીઓને ટીબીની દવાની સાથે-સાથે  દરરોજ પોષણ યુક્ત આહાર લઈ શકે તે તેવા ઉમદા હેતુથી પોષણ યુક્ત રાશન કીટ આપી, તેઓને 12 માસ માટે દત્તક લીધા હતા. આ દર્દીઓને એક વર્ષ સુધી ક્લબ દ્વારા પોષણ યુક્ત રાશન કીટ આપવાની જાહેરાત પણ કરી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ મોરબીના  પ્રેસીડન્ટ કિશોરસિંહ જી.જાડેજા,  હરીશભાઈ શેઠ, અબ્બાસભાઈ લાકડાવાલા તથા અશોકભાઈ મહેતાએ હાજર રહ્યા હતા સાથે -સાથે હાલ મોરબી જિલ્લામાં 15 દિવસ સુધી રક્તપિત જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું ત્યારે ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પઈન-2025 ની થીમ 'ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને રક્તપિત્ત ગ્રસ્ત વણશોધાયેલા ના રહે તે સુનિશ્ચિત કરીએ'  અંતર્ગત કલેકટરએ  આપેલ રક્તપિત નાબુદી માટેના સંદેશનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. તથા લોકોને રક્તપિત અંગે માહિતગાર કર્યા હતા. આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી,  હેલ્થ વિઝીટર કલ્પેશભાઈ  પાટડિયા તથા હેલ્થ સુપરવાઈઝર દિપકભાઇ વ્યાસે ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News