મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સરકારી જમીનોમાં થયેલ ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબી જીલ્લામાં સરકારી જમીનોમાં થયેલ ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાં આએલ સરકારી જમીનોમાં થયેલ ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન કરવામાં આવતું નથી જેથી કરીને મુખ્યમંત્રીને રજૂઆત કરીને સરકારી જમીનોને દબાણ મુક્ત કરવાની ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી દ્વારા માંગ કરવામાં આવેલ છે.

ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબીને કોર્પોરેશન જાહેર કર્યાં પછી નવા કમીશનર દ્વારા જુદા જુદા રોડ પર થયેલા દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તે સારી બાબત છે અને ખુબ જ સરાહનીય કામ કરી રહ્યા છે. જો કે, અમુક બાંધકામોને બાકાત રાખવામાં આવે છે. જેથી લોકોમાં કમિશનરના હાથ ત્યાં સુધી કેમ પહોચતા નથી તે ચર્ચાઇ રહ્યું છે.


વધુમાં કહ્યું હતું કે, મોરબીમાં ઘણી જગ્યાએ સરકરી જમીનો પર પણ ગેરકાયદે બાંધકામો થયેલ છે. જેવા કે સિંચાઈ ખાતાની જમીન ઉપર, માર્ગ અને મકાન (PWD) સ્ટેટ અને પંચાયત ખાતાની જમીન ઉપર, નેશનલ હાઇવેની જમીન ઉપર, રેવેન્યુ ખાતાની  જમીન ઉપર જો કે તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ? શું આ દબાણો સબંધિત વિભાગના અધિકારીઓને દબાણ દેખાતું નથી તેવો સવાલ ઉઠી રહ્યા છે. ગુજરાતમાં ઘણી જગ્યોઓએ લેન્ડ ગ્રેબિંગના કેસો થતા હોય છે. પરંતુ આવા લોકો સામે લેન્ડ ગ્રેબિંગના કેસો શા માટે નથી થતા ? તે પણ તપાસનો વિષય છે. અને સરકારી જમીનો ઉપર કરવામાં આવેલ બાંધકામને વહેલામાં વેહલી તકે તોડી પાડવામાં આવે તેવી માંગ કરી છે.  

મોરબીમાં સરકારી જમીન પર બાંધકામ  થઇ જાય અને તેનું વેચાણ પણ થઇ જય તો પણ અધિકારીઓ અજાણ કેવી રીતે  હોય શકે ?, અમુક જગ્યાઓએ આવા બાંધકામનું વેચાણ ન થતા ભાડે આપવામાં આવેલ છે. તેવું લોકો કહી રહ્યા છે. તો આ બાબતે મોરબીના સ્થાનિક લગત દરેક અધિકારીઓને આદેશ કરીને સરકારી જમીનો ઉપર કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામો તાત્કાલિક ડીમોલીશન કરીને સરકારી જમીનોને દબાણ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે. જો આવું નહી થાય તો સ્થાનિક લોકોને સાથે રાખીને ના છુટકે અંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News