બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબી નજીક સળગતા કચરાના ઢગલામાં પડી જવાથી દાઝી ગયેલ યુવાન સારવારમાં


SHARE







































મોરબી નજીક સળગતા કચરાના ઢગલામાં પડી જવાથી દાઝી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના ભડિયાદ કાંટા પાસે રહેતો યુવાનો સળગતા કચરાના ઢગલામાં પડી ગયો હતો જેથી તે દાજી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ભડિયાદ કાંટા પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા ચકુભાઈ મનસુખભાઈ (35) નામનો યુવાન ત્યાં સળગતા કચરાના ઢગલામાં પડી ગયો હતો જેથી કરીને દાજી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ.મકવાણા દ્વારા કરવામાં આવી રહી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના સનાળા રોડ પર આવેલ અવધ સોસાયટીમાં રહેતા અંબારામભાઈ મગનભાઈ સનારીયા (70) નામના વૃદ્ધ ઘૂટું ગામના બસ સ્ટેશન પાસે બાઈકમાં જતા હતા ત્યારે બાઈક સ્લીપ થયું હતુ અને અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધને ઇજા થયેલ હતી જેથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબી નજીક આવેલ ઇટાકા સીરામીક ખાતે રહેતો અને મજૂરી કામ કરતો લલિત (19) નામનો યુવાન ઇટાકા સીરામીક તરફ જતો હતો ત્યારે પીપળી રોડ પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં યુવાનને માથાના ભાગે ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
















Latest News