​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે હાથ ઉપર બ્લડ વડે ચેકા મારી લેતા સારવારમાં


SHARE











મોરબીમાં યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે હાથ ઉપર બ્લડ વડે ચેકા મારી લેતા સારવારમાં

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા સોસાયટીમાં રહેતા યુવાને કોઇ અન્ય કારણસર પોતે પોતાના જાતે બ્લડ વડે હાથ ઉપર ચેકા મારી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા કિશનભાઇ રમેશભાઈ બારોટ (20) નામના યુવાને રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે પોતાની જાતે બ્લેક વડે હાથ ઉપર ચેકા મારી લીધા હતા જેથી તે યુવાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે. અને યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે. તેવી માહિતી એ.એમ.ઝાપડિયા પાસેથી જાણવા મળ્યું છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં ભીમસર પાસે મારામારીનો બનાવ બનેલ હતો જે બનાવમાં મહેન્દ્રભાઈ વિરમભાઈ કુંઢીયા (32) નામનો યુવાનને ઇજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે. 

બાઇક સ્લીપ

માળીયા (મી) તાલુકાના કુંતાસી ગામે રહેતા જીવરાજભાઈ તરશીભાઈ (73) નામના વૃદ્ધ શિવ મંદિર નજીકથી બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેમને ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

માળિયા (મી) તાલુકાના ચાચાવદર ગામ પાસે તળાવ નજીક બાઇક સ્લીપ થવાની ઘટના બની હતી જેમાં જેજયંતીભાઈ નાગજીભાઈ તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે




Latest News