મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને મહિલાએ પાંચમા માળેથી ઝંપલાવીને જીવન ટુંકાવ્યુ


SHARE













મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને મહિલાએ પાંચમા માળેથી ઝંપલાવીને જીવન ટુંકાવ્યુ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ વૃષભ સોસાયટીમાં ઉમા ટાવરના પાંચમા માળે રહેતી મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે પાંચમાં માળે ધાબા ઉપરથી નીચે પડતું મૂક્યું હતું જેથી તે મહિલાને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ આ આપઘાતના બનાવની મૃતક મહિલાના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર મુનનગર ચોક પાસે આવેલ વૃષભ સોસાયટીમાં ઉમા ટાવરના પાંચમા માળે 501 નંબરના ફ્લેટમાં રહેતા ઉર્મિલાબેન નીતિનભાઈ અઘારા (45એ ફ્લેટના પાંચમા માળના ધાબા ઉપરથી નીચે પડતું મૂક્યું હતું જેથી કરીને તેને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પરિવારજન આશિષભાઈ મગનભાઈ દેથરીયા (35) રહે. પંચાસર રોડ સીતારામ પેલેસ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાને માનસિક બીમારી હોય તેનાથી કંટાળીને પોતે પોતાની જાતે ફ્લેટના પાંચમા માળના ધાબા ઉપરથી નીચે પડતું મૂક્યું હતું અને આપઘાત કર્યો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News