મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પ્રસંગમાં થયેલ બોલોચાલીનો ખાર રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE









વાંકાનેરમાં પ્રસંગમાં થયેલ બોલોચાલીનો ખાર રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો

વાંકાનેર રાજકોટ રોડ ઉપર આવેલ વૃંદાવન પાર્કમાં રહેતા યુવાનને એક શખ્સ સાથે પ્રસંગમાં બોલોચાલી થઈ હતી જે બાબતનો ખાર રાખીને યુવાનને આરોગ્યનગર વિસ્તારમાં ગાળો આપી હતી જેથી કરીને યુવાને ગાળો આપવાની ના પાડતા સામે વાળો શખ્સે પોતાના ઘરની અંદર જઈને છરી લઈને આવ્યા હતો અને યુવાનને છાતીના ભાગે છરીનો ઘા મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના રાજકોટ રોડ ઉપર આવેલ વૃંદાવન પાર્કમાં રહેતા જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (33)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે કરણ હસુભાઈ લોધા રહે. વેલનાથપરા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. 18 ના સવારે આઠેક વાગ્યાના અરસામાં પ્રસંગમાં ફરિયાદીને આરોપી સાથે બોલાચાલી થયેલ હતી જે બાબતમાં ખાર રાખીને રાત્રિના સવા અગીયારેક વાગ્યાના અરસામા આરોગ્યનગર પાસે આરોપીએ ફરિયાદીને ગાળો આપી હતી ત્યારે ફરિયાદી યુવાને ગાળો આપવાની ના પાડતા આરોપી પોતાના ઘરમાં ગયો હતો અને ત્યાંથી છરી લઈને આવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદીને છાતીના ભાગે છરીનો એક ઘા માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News