મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી સમગ્ર શિક્ષા અને બી.આર.સી. ભવન દ્વારા તાલુકા કક્ષાનો કેરિયર ગાઈડન્સ વર્કશોપ યોજાયો


SHARE









મોરબી સમગ્ર શિક્ષા અને બી.આર.સી. ભવન દ્વારા તાલુકા કક્ષાનો કેરિયર ગાઈડન્સ વર્કશોપ યોજાયો

મોરબીની ધી. વી.સી. હાઈસ્કૂલ અને શ્રીમતિ એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કેરિયર ગાઈડન્સ વર્કશોપ યોજાયો હતો જેમાં ધો. 9થી 12 ના અંદાજે 500 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને મુખ્ય અતિથી તરીકે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા તથા એઈઆઈ અંબારિયાભાઈ હાજર રહ્યા હતા અને ડીઈઓએ પરિક્ષા સદર્ભે પોતાનું ઉદ્બોધન આપ્યું હતું. વર્કશોપ વિશે ચિરાગભાઈ આદ્રોજાએ માર્ગદર્શન આપ્યું હતું. તેવી જ રીતે ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ દીપ્તીબેન, રોજગાર કચેરીના ચતુરભાઈ વરાણિયા, ITI માંથી મકવાણાબેન અને પરમારભાઈ અને નવા જાબુડિયા પ્રા.શાળાના શિક્ષક રવિભાઈ ઝાલાએ પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ બાળકોને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને અંતે બાળકોના જે પણ પ્રશ્નો હોય તેના માટે પ્રશ્નોતરી રાખવામા આવી હતી આ બંને શાળામાં સમગ્ર શિક્ષામાંથી જિલ્લા કૉઑર્ડિનેટર ડાભીભાઈ, જિલ્લા એમ.આઈ.એસ. ખૂશ્બુબેન, જિલ્લા રીસોર્સ પર્સન સોનલબેન તથા મોરબી બી.આર.સી. કૉઑર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજાએ ત્યાંના આચાર્ય અને સ્ટાફને સાથે રાખીને સરસ આયોજન કર્યું હતું.




Latest News