મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટર પાસેથી બાઈકની ઉઠાંતરી


SHARE













વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટર પાસેથી બાઈકની ઉઠાંતરી

વાંકાનેર નજીક આવેલ સોમાણી સેનેટરીના લેબર ક્વાર્ટર પાસે આધેડે તેનું બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 85 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ભોગ બનેલા આધેડે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ભાવનગર જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા સામે સોમાણી સેનેટરી નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નાજાભાઇ મીઠાભાઇ પરમાર (58)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેછે જેમાં જણાવ્યુ છે કે, સોમાણી સેનેટરીના લેબલ કવાર્ટરમાં તેણે પોતાના ઘર નજીક બાઇક નંબર જીજે 4 ઇએફ 9790 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 85 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ભોગ બનેલ આધેડે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી

મોરબીના વજેપર શેરી નં-14 માં આવેલ ઓરડી મજૂરને ભાડે આપવામાં આવી હતી અને તેની જાણ પોલીસને કરવામાં આવી ન હતી જેથી ઓરડીના માલિક બાબુભાઈ કુંવરજીભાઈ અબાસણીયા (49) રહે. વજેપર શેરી નં- 14 મોરબી વાળા સામે કલેક્ટરનો જાહેરનામાના ભંગનો એ ડિવિઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News