અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત


SHARE









વાંકાનેરમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

વાંકાનેર શહેરમાં પૂજા જ્વેલર્સથી મચ્છુ નદીના કાંઠા તરફ જવાના રસ્તા ઉપર વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા ચંદુભાઈ વાલજીભાઈ ભલસોડ (63) નામના વૃદ્ધનું પૂજા જ્વેલર્સથી મચ્છુ નદીના કાંઠે તરફ જવાના રસ્તા ઉપર કોઈ કારણોસર મોત નીપજયું હતું જેથી કરીને તેને મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની જાકીરહુસેન મોહમ્મદભાઈ રાઠોડ રહે. વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ રમેશચંદ્ર મીયાત્રા દ્વારા કરવામાં આવેલ હોય તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વૃદ્ધનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલ સીએનજીના પંપ પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 568 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી અલ્પેશભાઈ પૂજેસિંગ બારીયા (35) રહે. સાવીનો સીરામીકના લેબર ક્વાર્ટરમાં બેલા મૂળ રહે. મહીસાગર જિલ્લા વાળાને પકડીને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News