બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના અમરાપર ગામેથી 4 ગાય સહિત 6 ગૌવંશની ચોરી કરનાર સાત સામે ફરિયાદ, એકની ધરપકડ


SHARE







































મોરબીના અમરાપર ગામેથી 4 ગાય સહિત 6 ગૌવંશની ચોરી કરનાર સાત સામે ફરિયાદ, એકની ધરપકડ

મોરબી તાલુકાના અમરાપર ગામ પાસેથી જુદા જુદા બે પશુપાલકોની માલિકીની ગાય તથા વાછરડીનો ચોરી કરવામાં આવેલ છે જેથી કુલ મળીને 6 અબોલ જીવની ચોરી કરનાર શખ્સને રોકવા જતા એક શખ્સે છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાત શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં એક સગીરને પકડીને તેની પૂછપરછ કરીને વાલીને સોંપવામાં આવેલ છે અને એક આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લામાં ગૌવંશોની તસ્કરી થતી હોય તે પ્રકારની ઘટના સામે આવેલ છે અને મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા જીવુભા ભગુભા ઝાલા (65)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અલારખા કાસમભાઈ સુમરા રહે. વનાળીયા, સાહિલ સિકંદરભાઈ કટિયા રહે. વીસીપરા મોરબી, અબ્દુલ હનીફભાઈ કટિયા રહે. વીસીપરા મોરબી, અલીમામાદ રસુલભાઇ જેડા રહે. નવાગામ તાલુકો માળીયા મીયાણા, રફીક મીયાણા અને સુભાન મોવર રહે. બંને માળીયા વાડા વિસ્તાર વાળા આમ કુલ મળીને સાત શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે અમરનગરની સીમમાંથી ફરિયાદી વૃદ્ધની ત્રણ ગાય તથા એક વાછરડું જેની કુલ કિંમત 35 હજાર રૂપિયા તથા અન્ય પશુપાલકની એક ગાય અને એક વાછરડી જેની કિંમત 15 હજાર રૂપિયા આમ કુલ મળીને 6 ગૌવંશ જેની કિંમત 50 હજાર રૂપિયાની કિંમતના ગૌવંશની ચોરી આરોપીઓ દ્વારા કરીને લઈ જવામાં આવેલ છે અને ભાગી જનારા આરોપીઓએ ફરિયાદીને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ ગુનાની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ. બગડા ચલાવી રહ્યા છે અને આ ગુનામાં હાલમાં પોલીસે એક સગીરને પકડીને તેની પૂછપરછ કરીને તેના વાલીને સોંપી દેવામાં આવેલ છે. અને એક આરોપી અલારખા કાસમભાઈ સુમરા રહે. વનાળીયા વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
















Latest News