મોરબીના પીપળી ગામ નજીક હોટલની પાછળથી 10 બોટલ દારૂ સાથે એકની ધરપકડ
SHARE






મોરબીના પીપળી ગામ નજીક હોટલની પાછળથી 10 બોટલ દારૂ સાથે એકની ધરપકડ
મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં હોટલની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની દસ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 6470 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને એક શખ્સની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ રામદેવ હોટલની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 10 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 6470 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મનોજ શામજીભાઈ ભોયા (30) રહે. કુંતાસી તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તાલુકા પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.


