મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિતે શિવભક્તોનો મેળો, લોક મળાની પરિવાર સાથે મજા માણવા લોકો ઉમટી પડ્યા


SHARE













મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિતે શિવભક્તોનો મેળો, લોક મળાની પરિવાર સાથે મજા માણવા લોકો ઉમટી પડ્યા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ પ્રાચિન રફાળેશ્વર મંદિરે શિવરાત્રી નિમિતે દર્શનાર્થીઓ ઉમટ્યા છે શિવજીના દર્શન અને પુજનનો લોકોએ લાભ લઇને ધન્યતા અનુભવી હતી સાથે ત્યાં યોજાયેલ લોકમેળો માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને પરિવાર સાથે મનભરીને મેળો માણી રહ્યા છે.

સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી લોકો શિવરાત્રી નિમિતે દરવર્ષેની જેમ આજે પણ ઉમટી પડ્યા છે અને મંદિરમાં શિવભક્તોનો ધસારો જોવી મળી રહ્યા છે અને શિવજીનું પુજન અને દર્શન કરીને લોકો આરોગ્ય, સુખ શાંતિ અને સમૃધ્ધી માટે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે  જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિર પાસેના મેદાનમાં શિવરાત્રીના દિવસે શિવજીના દર્શન માટે આવતા લોકો માટે લોકમેળાનું સુંદર આયોજન કરવામાં આવે છે જેમા આ વર્ષે પણ લોકમેળામાં ફજત-ફાડક, રમકડા અને ખાણીપીણીના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. તેવી માહિતી મંદિરના પુજારી યોગેશભાઇ ગોસ્વામીએ આપી હતી.

રીફાલ નામના રાજાએ તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા બાદમાં રીફાલેશ્વેર મહાદેવની સ્થાપનૈ કરી હતી જો કે, સમયાંતરે નામનો અપભ્રંસ થવાથી હાલમાં આ જગ્યા રફાળેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતી છે અને શ્રાવણી અમાસના દિવસે આ મંદિરના પટાંગણમાં આવેલ કુંડમાં ગંગાજી પ્રગટ થાય છે જેથી ત્યાં સ્નાન કરવાનું અને કુંડની બાજુમાં જ આવેલ પારસ પિપળાને એક લોટો પાણી ચડાવવાથી પિતૃ તર્પણ થાય છે. જો કે, શિવરાત્રીના દિવસે પણ લોકો ત્યારે દેશ ભરમાંથી આવે છે અને દેવ દર્શન કરીને ધન્યતા અનુભવે છે

રાજસ્થાનથી મયુરીબેન સુરેલીયા અને દિલ્હીથી આવેલ પ્રિયાબેન તેમના પરિવાર સાથે રફાળેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા માટે આવેલ છે અને તેની જેમ હજારોની સંખ્યામાં લોકો આ મંદિરે આવી રહ્યા છે. અને રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ લોકમેળાને માણવા માટે મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો આવી રહ્યા છે અને પ્રાચિન મંદિરમાં દેવાધીદેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા પણ અનુભવે છે દરવર્ષે શ્રાવણ માસમાં છેલ્લો લોકમેળો મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઇ છે આ જગ્યાએ પિતૃ તર્પણનું ખૂબ જ મહત્વ છે જેથી શ્રાવણી આમાસ ઉપર ત્યાં બે દિવસીય મેળો યોજાઇ છે જેમા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે અને ભજન, ભોજન તથા મેળાની મૌજ માણતા હોય છે.

રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાયેલ મેળામાં લોકો આવી શકે તે માટે એસટીની બસ અને રેલવે સહિતની વ્યાવસ્થા કરવામાં આવતી હોય છે તે ઉપરાંત વાંકાનેર, મોરબી અને રાજકોટથી મેળામાં આવવા માટે ખાનગી વાહનો પણ સવારથી સાંજ સુધી દોડતા હોય છે. અને રાત્રે મેળો બંધ થાય તે પહેલા મોટી સંખ્યામાં લોકો શિવજીના દર્શન અને મેળાનો લાભ લેશે અને મેળો માણશે






Latest News