ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ અપાવવાનું કહીને યુવાન સાથે ૧.૬૯ કરોડની છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો, ૩ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ અપાવવાનું કહીને યુવાન સાથે ૧.૬૯ કરોડની છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો, ૩ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૯ માં ૧.૬૯ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં પહેલા બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનામાં પોલીસે વધુ એક આરોપી ઝડપી પડેલ છે અને હાલમાં પકડાયેલ આરોપી છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો હતો અને તેને જુદાજુદા રાજ્યમાં આ આરોપીએ છેતરપીડીના ગુના આચરેલ છે અને હાલમાં તેની બિહાર રાજયમાંથી ધરપકડ કરેલ છે.

મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે એસપી તરફથી સૂચના આપવામાં આવેલ છે તેવામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા હિરેનભાઈ ચંદુભાઈ અઘારા (29)એ વર્ષ 2019 માં છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, રીલાયન્સ પેટ્રોલપંપની ડીલરશીપ મેળવવા માટે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ નામની કંપનીની વેબસાઈટ ઉપર અરજી કરેલ હતી અને જે અરજીની વિગત યેનકેન પ્રકારે આરોપીઓને મેળવી લીધેલ હતી અને ત્યાર બાદ ગુનાહિત કાવતરું રચીને આરોપીઓએ ફરિયાદી યુવાનને ફોન કર્યો હતો અને ત્યારબાદ અલગ અલગ બેંકના એકાઉન્ટ નંબર આપીને ખોટું બોલીને યુવાન સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને ત્યારબાદ અલગ અલગ બેંકના એકાઉન્ટમાં કુલ મળીને 1,69,55,200 મેળવી લીધા હતા અને ત્યારબાદ યુવાનને રિલાયન્સના પેટ્રોલપંપની ડીલરશીપ અપાવી ન હતી જેથી યુવાને ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં અગાઉ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે અને હજુ કેટલાક આરોપીને પકડવાના બાકી હોવાનું જાણવા મળેલ છે

હાલમાં આરોપી કૌશેલેન્દ્રકુમાર ઉર્ફે લલ્લુકુમાર રવિદ્રપ્રસાદ ઉર્ફે સુલતાના મહતો (29) રહે. ચકલાઇ ગામ તાલુકો વરસાલીગંજ જીલ્લો નવાદા બિહાર વાળાની તેના ઘરેથી ધરપકડ કરેલ છે અને છેલ્લા છ વર્ષથી  આ આરોપી નાસતો ફરતો હતો અત્રે ઉલેખનીય છે કે, આરોપી ફોન કરીને અલગ અલગ પેટ્રોલીયમ કંપનીના કર્મચારીઓની ખોટી ઓળખ આપીને પેટ્રોલપંપનુ લાયસન્સ આપવાની લાલચ આપી, લોન આપવાનું કહીને તેમજ ઓનલાઇન સ્કીમની લાલચ આપી ફરીયાદી પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપીડી કરતો હતો અને આ આરોપીએ ઓરીસ્સા, તેલગંણા, ફરીદાબાદ(હરીયણા), મહારાષ્ટ્ર રાજયોમાં છેતરપીંડીના અલગ અલગ ગુન્હા આચારેલ છે. ત્યારે આ આરોપીને પકડીને પોલીસે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના આગામી તા 1/3 સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ અને તેની ટિમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News