મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન-સમાજવાડીનું શનિવારે ખાતમુર્હત કરાશે
વાંકાનેરમાં કેન્સરની સારવાર દરમિયાન વૃદ્ધનું મોત
SHARE
વાંકાનેરમાં કેન્સરની સારવાર દરમિયાન વૃદ્ધનું મોત
વાંકાનેરમાં વૃદ્ધાશ્રમ પાસે ગાયત્રી મંદિર રોડ ઉપર રહેતા વૃદ્ધાને કેન્સરની બીમારી હોય તેને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજયું હતુ જેથી સરકારી હોસ્પિટલ મારફતે સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળી કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં વૃદ્ધાશ્રમ પાસે ગાયત્રી મંદિર રોડ ઉપર રહેતા મૂળ વડોદરાના રહેવાસી કેશુબેન પ્રવીણભાઈ નકુમ (51)ને કેન્સરની બીમારી હતી જેથી તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા રેશમાબેન સાજીદભાઈ સુમરા (29) નામની મહિલાને તેના પતિએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની વધુ તપાસ બી.કે.દેથા ચલાવી રહ્યા છે
બાળક સારવારમાં
મોરબીના બેલા રોડ ઉપર આવેલ ઉમા ટાઇલ્સ ખાતે રહેતા હુસેનશા મહેબૂબશા (14) નામના બાળકને મોરબીના વીસી ફાટક પાસે કોઈ અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા થઈ હતી જેથી બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે